ગુજરાત
News of Wednesday, 14th October 2020

મોડાસા: શામળાજી હાઇવે નજીક બાયોડીઝલનું ખુલ્લેઆમ વેચાણ કરનાર શખ્સને એલસીબી ટીમે રંગે હાથે ઝડપી પાડ્યો

મોડાસા:શામળાજી માર્ગે આવેલા એક હોટલ નજીકના સ્થળે પ્રતિબંધીત બાયોડીઝલનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાથી  જિલ્લા એલસીબી પોલીસ ટીમે રેડ પાડી હતી.  પોલીસની આ રેડમાં બાયોડીઝલ પંપમાંથી વાહનોમાં બાયોડીઝલ ઈંધણ ભરતા અને સ્ટોક જથ્થો ઝડપી પડાયો હતો.એલસીબી પોલીસે રૃપિયા ૨ લાખ ૫૬ હજારની કિંમત નું ૪ હજાર લીટર બાયોડીઝલ અને તેના વેચાણથી મળેલ રૃપિયા ૭ હજારની રોકડ મળી કુલ ૨.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

આ પંપના માલીક વિરૃધ્ધ ઈન્ડીયન પીનલ કોડ સહિત આવશ્યક ચીજવસ્તુઓની ધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

(6:04 pm IST)