પરિણીતાને પૂર્વ પ્રેમીના ત્રાસ માંથી મુક્ત કરાવતી શી ટીમ
વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ વલસાડમાં બનાવેલ શી ટીમ એક પરિણીતાની વ્હારે આવી
(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં જ્યારથી જિલ્લા પોલીસ વડા તરીકે ડો રાજદીપસિંહ ઝાલાનું આગમન થયુ છે ત્યારથી જિલ્લા પોલીસ એક્ટિવ બની છે.વલસાડમાં રહેતી એક પરિણીતા ને તેના પૂર્વ પ્રેમી દ્વારા હેરાનગતિ થઈ રહી હતી. જેની ફરિયાદ મળતા શી ટીમે પૂર્વ પ્રેમીને કડકાઇથી સમજાવી મામલો થાળે પડ્યો હતો.વલસાડ શહેરની એક પરણિત મહિલાને તેના 8 વર્ષ જુના પ્રેમી દ્વારા જુના ફોટા ના આધારે બ્લેકમેલ કરી હેરાન કરાતી હતી. જેની ફરિયાદ એસપી રાજદીપસિંહ ઝાલાને મળતા તેમને આખો કેસ શી ટીમને સોંપ્યો હતો. શી ટીમે આ મામલે ત્વરિત પગલાં ભરી હેરાન કરનાર યુવકનો ફોન લઈ તમામ ડેટા ડીલીટ કરી દઈ તેને ધમકાવી પરિણીતાની મુશ્કેલી દૂર કરી તેના સુખમય જીવનને યથાવત રાખવાનું સારું કાર્ય કર્યું હતું જ્યારે જિલ્લા પોલીસ વડા લોકોની મદદે આવનાર વ્યક્તિ છે