ગુજરાત
News of Wednesday, 14th October 2020

નાંદોદ તાલુકાની સગીરા પ્રેમી સાથે ભાગી જઈ આત્મહત્યા કરવાનું જણાવતા 181 મહિલા હેલ્પ લાઇન મદદે આવી

વિધવા માતા એ તેમની 16 વર્ષની બાળકીને બચાવવા 181 મહિલા હેલ્પલાઇનની મદદ માંગતા મામલો થાળે પડ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની ૧૬ વર્ષની બાળકી નિશા કુમારી ( નામ બદલેલ છે)ને તેના જ ગામના વ્યક્તિ જોડે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. એ ત્રીજી વખત પ્રેમી જોડે ભાગી ગઇ હતી જોકે સગીરા તેના ઘરે ચિઠ્ઠી મૂકી ગઇ હતી જેમાં લખ્યું હતું કે મમ્મી તમે મારા લીધે લગ્ન કરતાં નથી અને હું તમને ખુબ હેરાન કરું છું,તમે મને તે વ્યક્તિ જોડે સંબંધ રાખવા ના પાડો છો અને હું એના વગર રહી શકતી નથી માટે હું આત્મહત્યા કરું છું.

  આ ચિઠ્ઠી વાચતા જ માતાની હાલત કફોડી બની તેને શોધવા માટે નીકળી ગયા અને તે ભાઈને ઘરે જઈ પૂછ પરછ કરી તે તેમના ઘરેથી જ મળી આવી હતી અને તેને સમજાવી તેને ઘરે લઈ આવી સમજાવી કે તારી ઉંમર હજી નાની છે. એ છોકરો વ્યસન કરે છે. અગાઉ તે જુગારમાં ઝડપાય ગયો હતો, અને કેસ થયો હતો તું તારું ભવિષ્ય એના પાછળ ખરાબ કરે છે એમ સમજાવતા તો તે હું મરી જઈશ કહી તોફાન કરવા લાગી. આથી તેમના વિધવા માતાએ ગભરાઇને ૧૮૧ અભ્યમ મહિલા હેલપલાઇનનો સંપર્ક કરી અભ્યમ રેસ્ક્યું વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી તે સગીરાનું કાઉન્સલીંગ કરી સમજાવ્યું કે આ તેની અભ્યાસ કરવાની ઉમર છે. તે છોકરો થોડા થોડા દિવસે તેને ફરવા લઈ જવાના બહાને  ભાઈબંધના ઘરે લઈ જઈ શારીરિક સંબધ બાંધતો. અને સામે પક્ષના ઘરનાને બોલાવી સમજાવ્યા તે છોકરો ભાગી ગયો હતો પરંતુ તેને ફોન કરી કાયદાકીય સમજ આપેલ અને તે છોકરીને પણ સમજાવી અને તેણીની ભૂલ સ્વીકારતા જણાવ્યું કે મને મારી ભૂલ સમજાઇ છે.હવે થી હું અભ્યાસમાં ધ્યાન આપીશ અને ઘરે કોઈ પણ વ્યક્તિને હેરાન નહિ કરું, તેમજ જેમ મારી મમ્મી કહે

(10:09 pm IST)