ગુજરાત
News of Wednesday, 14th October 2020

નાનાલીમટવાડા ગામમાં જુગાર રમતા 5 ને રાજપીપળા પોલિસે રૂ.૧૬,૭૭૦ના મુદામાલ સાથે ઝડપી લીધા.

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નાંદોદ તાલુકાના નાનાલીમટવાડામાં પાંચ વ્યક્તિઓ પૈકી કાલીદાસ મનસુખ ભાઇ વસાવા,ગોપાલ ચિમનભાઇ વસાવા, ગણેશ મિરાભાઇ વસાવા, રાજેન્દ્ર મણીલાલ વસાવા અને સુરેશ જેસીંગભાઇ વસાવા તમામ (રહે,નાનાલીમટવાડા )ભેગા મળી ગે, કા પત્તા પાના નો હારજીત નો જુગાર રમી રમાડી અંગઝડતી ના ફૂલ રૂપીયા ૧૨૮૦૦  તથા દાવ ઉપર ના ફૂલ રૂ.૨૩૭૦/-તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કિરૂ.૧૫૦૦ મળી કૂલ કિ.રૂ.૧૬,૭૭૦ સાથે જુગાર ની રેઇડ દરમ્યાન પકડાઇ જતા રાજપીપળા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:12 pm IST)