ગુજરાત
News of Wednesday, 14th October 2020

દેડીયાપાડાના મોસીટ ગામ પાસેની દમણ ખાડીમાંથી રૂપિયા ૩૦ હજારની પાણીની મોટરની ચોરી

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદાના દેડીયાપાડા તાલુકાના મોસીટ ગામમાં રહેતા સોમાભાઇ ભાયલાલભાઇ વસાવાએ આપેલી ફરિયાદ અનુસાર મોસીટ ગામની સીમમા આવેલી દમણ ખાડીમાંથી તેમની સોલારથી ચાલતી પાણીની સબ મર્સીબલ મોટર જેની કિંમત 30,000/- ની કોઈ અજાણ્યા ચોર ચોરી કરી ચાલ્યો ગયો હતો. દેડીયાપાડા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:13 pm IST)