ગુજરાત
News of Thursday, 14th October 2021

સુરતના પુણાની પ્રમુખપાર્ક સોસાયટીમાં ઓફિસ ધરાવતા મેનેજરે ત્રણ ભાગીદારો સાથે બુકીંગ લઇ ઓફિસ બંધ કરી દેતા પોલીસ ફરિયાદ

સુરત, : સુરતના પુણાની પ્રમુખપાર્ક સોસાયટીમાં ઓફિસ ધરાવતા મે.ધનરાજ ડેવલોપર્સના ત્રણ ભાગીદારોએ સાયણમાં પ્રોજેક્ટ મૂકી ફ્લેટનું બુકીંગ લઈ કુલ 12 ટાવરમાંથી ચાર ટાવર નહીં બનાવી તે જમીનનો ટુકડો હાલ રાજકોટમાં રહેતા પિતરાઈ ભાઈને વેચી ઓફિસ બંધ કરી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પુણાગામ દેવીદર્શન સોસાયટીની પાછળ પ્રમુખપાર્ક સોસાયટી ઓફીસ નં.49 માં મે.ધનરાજ ડેવલોપર્સના નામે પેઢી ધરાવતા ત્રણ ભાગીદારો હસમુખભાઇ લખમણભાઇ બેડ ( રહે.ઘર નં.258, પ્રમુખપાર્ક સોસાયટી, દેવીદર્શન સોસાયટીની પાછળ, પુણાગામ, સુરત. મુળ રહે.હેમાળ, તા.જાફરાબાદ, જી.અમરેલી ), મિલનભાઇ મનસુખભાઇ પાંભર ( રહે.ફ્લેટ નં.એ/603, ધનંજય પેરેડાઇઝ, રામધણ ગૌશાળાની બાજુમાં, મવડી પાળ રોડ, રાજકોટ. મુળ રહે.નવીધારી ગુંદળી, તા.ભેંસાણ, જી.જુનાગઢ ) અને પરેશભાઇ કેશુભાઇ સરધારા ( રહે.ફ્લેટ નં.એ/703, ધનંજય પેરેડાઇઝ, રામધણ ગૌશાળાની બાજુમાં, મવડી પાળ રોડ, રાજકોટ. મુળ રહે.સરવાણીયા, તા.કાલાવાડ, જી.જામનગર ) એ વર્ષ 2016 માં સાયણમાં નિલકંઠ ટાઉનશીપના નામે લો રાઇઝ બિલ્ડીંગો બનાવવાનો પ્રોજેક્ટ મુકી તે પ્રોજેક્ટમાં કુલ 12 ટાવર બનાવવાની જાહેરાત કરી ફ્લેટ બુકીંગ શરૂ કર્યું હતું.

 

(6:02 pm IST)