ગુજરાત
News of Saturday, 14th November 2020

રાજપીપળા શહેરમાં દિવાળીનો ઝગમગાટ અને ટ્રાફિક વધ્યો પરંતુ દુકાનોમાં ગ્રાહકોની ખરીદી નહિવત

લોકડાઉનના કારણે લોકો આર્થિક કટોકટી માં સપડાતા ખરીદી ઉપર કાપ મુકતા વેપારીઓની હાલત બગડી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા શહેરમાં આ વર્ષે દિવાળીનો પર્વ ફક્ત ઝગમગાટનો પર્વ હોય તેમ જોવા મળ્યું છે કેમકે ગ્રાહકો અને વાહનો વધતા બજારમાં પુષ્કળ ભીડ જોવા મળે છે પરંતુ આર્થિક સંકડામણના કારણે ખરીદી ઓછી જોવા મળી રહી છે.જેમાં લોકડાઉનના કારણે આ વર્ષે લોકોની આર્થિક હાલત ખરાબ થઈ હોવાનું વેપારીઓ અને કેટલાક ગ્રાહકો જણાવી રહ્યા છે.વેપારીઓએ પણ દર વર્ષ કરતા માલની ખરીદી ઓછી કરી છે છતાં જોઈએ એટલી ઘરાકી ન હોવાથી વેપારીઓની આ દિવાળી ખરાબ જશે છતાં હજુ આગામી બે દિવસોમાં ઘરાકી વધશે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.

(12:29 am IST)