ગુજરાત
News of Saturday, 14th November 2020

દેડીયાપાડા પુરવઠા ગોડાઉનમાં કામ કરતા મજૂરોને 5 મહિનાથી કોન્ટ્રાકટર દ્વારા મજૂરી ન ચૂકવાતા દિવાળી બગડશે.?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :દિવાળી જેવા મહાપર્વમાં લોકો વધારાનું બોનસ અને ગિફ્ટ આપીને પ્રોત્સાહન આપે છે પરંતુ નર્મદા જીલ્લાના દેડીયાપાડાનાં સરકારી અનાજનાં ગોડાઉનમાં મજૂરી કામ કરતાં મજુરોની આવી દુઃખદ વાત દિવાળી પૂર્વે કોઈ અધિકારી કે જવાબદારોનાં કાને પોહોંચતી નથી તેમ જણાઈ રહ્યું છે.કેમ કે દિવાળી જેવા મોટા પર્વમાં પણ છેલ્લા 5 મહિનાથી આ મજૂરોને તેમની આકરી મહેનતની મજૂરીના નાણાં મળ્યા નથી અને આ બાબતે જે તે કોન્ટ્રાકટર પણ કોઈ યોગ્ય જવાબ આપતા નથી.

  પુરવઠાના સરકારી અનાજનાં ગોડાઉનમાં સખત મજૂરી  કામ કરાવી આ મજૂરોને છેલ્લા પાંચ માસથી પગાર માટે  જવાબદાર કોન્ટ્રાકટર ધક્કા ખવડાવે છે.આ લેબરો એ આખરે મદદ મળવાની આશાએ  સોસિયલ મીડિયાનો સહારો લઈ એક વિડિઓ વાઇરલ કરી પોતાની આપવીતી વ્યક્ત કરી છે તેમ છતાં જાડી ચામડીનાં અને લાગવગીયા કોન્ટ્રાકટરના પેટનું પાણી હાલ્યું નથી
 જેમાં દેડિયાપાડા પારસીટેકરા ખાતે રહેતા મજૂરો એ જણાવ્યું હતું કે તેઓ પોતાનું જીવન ગુજરાન મજૂરી કરી ગુજારતા હોય, કોરોના મહામારી જેવા કપરા સમયમાં મજૂરી ન મળતાં પુરવઠા વિભાગમાં અનાજની બોરીઓનું વાહતુક કરી રાત દિવસ કાળી મજૂરી કરવા છતાં પાંચ મહિનાથી મજૂરીના નાણા ન ચૂકવતા આખરે સોસીયલ  મિડીયાનો સહારો લઈ વિડિઓ બનાવી વાઇરલ કરવા મજબુર થયા હતા ત્યારે હવે જોવું રહયું કે આ લેબરોની મહેનતનું વળતર તેમને ક્યારે મળે છે કે પછી કોન્ટ્રાકટર દિવાળી બગાડશે..?

(12:36 am IST)