ગુજરાત
News of Saturday, 14th November 2020

તહેવારોની ખરીદી મોંઘી પડી: મહિનાઓ પછી રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા

અમદાવાદ કોર્પોરેશન 190 અને ગ્રામ્યમાં 29 કેસ : સુરત કરતા પણ વધુ કેસ

અમદાવાદ : ગુજરાતમાં કોરોના મહામારીની  સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે જેમ-જેમ દિવાળીનો તહેવાર સામે આવી રહ્યો છે અને લોકો બેફીકર બની ખરીદી માટે બજારોમાં ઉભરાય રહ્યા છે તેમ-તેમ રાજ્યમાં કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 190, સુરત કોર્પોરેશન 140, વડોદરા કોર્પોરેશન 95, રાજકોટ કોર્પોરેશન 87, મહેસાણા 74, બનાસકાંઠા 46, રાજકોટ 46, સુરત 46, વડોદરા 36, ગાંધીનગર કોર્પોરેશન 33, પાટણ 32, અમદાવાદ 29, ભરૂચ 28, દાહોદ 19, આણંદ 18, ગાંધીનગર 18, ખેડા 18, અમરેલી 16, સાબરકાંઠા 16, સુરેન્દ્રનગર 16, પંચમહાલ 15, જામનગર કોર્પોરેશન 14, કચ્છ 14, મહીસાગર 12, જામનગર 10, મોરબી 10, બોટાદ 9, ગીર સોમનાથ 8, જુનાગઢ કોર્પોરેશન 8, નર્મદા 7, અરવલ્લી 6, જુનાગઢ 6, તાપી 6, નિવસારી 5, ભાવનગર 4, ભાવનગર કોર્પોરેશન 4, છોટા ઉદેપુર 4, દેવભૂમિ દ્વારકા 4, વલસાડ 2, પોરબંદર 1 કેસ સામે આવ્યા છે.

(12:59 am IST)