ગુજરાત
News of Saturday, 14th November 2020

ધનતેરસે ગુજરાતમાં અંદાજે ૩૩૫ કરોડની સોના-ચાંદીની શુકનવંતી ખરીદી થઇ

૬૦૦ કિલો સોનુઃ ૨૫૦૦ કિલો ચાંદીનું વેચાણ

નવી દિલ્હી,તા. ૧૪: દિવાળીના તહેવારોમાં અમદાવાદ સહિત ગુજરાતમાં ધનતેરસ નિમિત્ત્।ે અંદાજે રૂ. ૩૩૫ કરોડની શુકનવંતી ખરીદી થઈ છે. ધનતેરસની ખરીદી માટે સોના-ચાંદી બજારોમાં ગ્રાહકો ઉમટી પડયા હતા. ધનતેરસના દિવસે અંદાજે રૂ. ૩૧૫ કરોડનું લગભગ ૬૦૦ કિલોગ્રામ સોનું અને અંદાજે રૂ. ૨૦ કરોડની ૨,૫૦૦ કિલોગ્રામ ચાંદીની ખરીદી થઈ છે. કોવિડ-૧૯ પછી પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ નિમિત્ત્।ે સોના- ચાંદીની ખરીદીને પગલે બુલિયન બજારોમાં નવો પ્રાણ ફુંકયો છે. ધનતેરસની શુકનવંતી ખરીદી તેમજ દિવાળી પછી લગ્નસરાની ખરીદી માટે બુલિયન બજારમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. લગભગ ૮ મહિના પછી સોના-ચાંદી બજારમાં ઝગમગાટ જોવા મળ્યો છે. શહેરના માણેકચોક, સી. જી. રોડ, શિવરંજની, ગુરૂકુળ,સહિત વિવિધ વિસ્તારોમાં જવેલર્સની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. ટ્રેડીશનલ, એન્ટિક જવેલરી, ડાયમંડ જવેલરી અને ફેન્સી આભૂષણો, સોના- ચાંદીના સિક્કા, બિસ્કીટ, લગડી, વગેરેની ભારે માંગ રહી હતી.આમ, બુલિયન બજારને ધનતેરસ ફળી છે.

અમદાવાદ જવેલર્સ એસોસીએશનના પ્રમુખ જિગરભાઈ સોનીએ જણાવ્યું છે કે, ગત વર્ષની સરખામણીએ સોના- ચાંદીના ધંધામાં ૩૦ ટકા દ્યટાડો જોવા મળ્યો છે. લોકડાઉનમાં ઠપ્પ રહેલા બુલિયન બજારમાં લગભગ ૭૦ ટકા સુધારો નોંધાયો છે અને પુનઃ તેજીનો માહોલ જોવા મળવાને પગલે સોના- ચાંદી બજારનું ભાવિ ઉજળું બન્યું છે. અમદાવાદ,રાજકોટ, સુરત, વડોદરા સહિત રાજયના નાના-મોટાં સેન્ટરોમાં ધનતેરસ નિમિત્ત્।ે સવારથી જ જવેલર્સના શો રૂમ, નાની- મોટી દુકાનો પર ગ્રાહકો ઉમટી પડયા હતા. ઘણાં સમય પછી સોના- ચાંદી બજારમા ચહલ પહલ જોવા મળી છે.

(9:42 am IST)