ગુજરાત
News of Saturday, 14th November 2020

પાલડી શિશુગૃહમાં 12 પૈકી 6 બાળકો કોરોના સંક્રમિત: મ્યુનિ,તંત્રમાં દોડધામ

શિશગૃહને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવાની જાહેરાત કરાઈ

અમદાવાદ:  શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલાં પાલડી વોર્ડમાં ચાલતા શિશુગૃહમાં 12 પૈકી છ બાળકો કોરોના સંક્રમિત બનતાં મ્યુનિસિપલ તંત્ર દોડતું થયું હતું. સંક્રમિત બાળકોને મ્યુનિ .સંચાલિત એસવીપી હોસ્પિટલમાં સારવાર આપવાની સાથે શિશુગૃહને માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યુ છે.

આ અંગે સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,પાલડીમાં આવેલાં શિશુગૃહમાં રાખવામાં આવેલાં 12 બાળકો પૈકી છ બાળકો કોરોના સંક્રમિત હોવાનું મ્યુનિસિપલ હેલ્થ વિભાગના ધ્યાન ઉપર આવતાં 8 નવેમ્બરે મ્યુનિ.દ્વારા શિશગૃહને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવાની જાહેરાત કરાઈ હતી.

  આ સાથે જે બાળકો સંક્રમિત હતા તેમને એસવીપીમાં સારવાર હેઠળ લઈ જવાયા હતા. સંક્રમિત પૈકી એક બાળક માત્ર સાડા ત્રણ મહિનાનું હોવાનું જાણવા મળ્યું છે.જયાં આ બાળકો એસિમ્પ્ટોમેટીક હોવાનું ધ્યાનમાં આવતા રજા આપવામાં આવી હતી.

  મ્યુનિ.સૂત્રોના કહેવા મુજબ,આ બાબતને મ્યુનિસિપલ કમિશનરે પણ ગંભીરતાથી લઈને બાકીના નેગેટીવ હોય એવા બાળકોને બીજા શેલ્ટર હોમમાં ખસેડવાની સાથે શિશુગૃહને સેનિટાઈઝેશન કરવાની સુચના આપી હતી.પાલડીના આ શિશુગૃહમાં સંક્રમિત એવા છ પૈકી ચાર બાળકો સ્ટાફના હોવાની વિગત બહાર આવી છે. આ શિશુગૃહમાં નાના ભૂલકાઓ માટે ત્રણ કેર ટેકર રાખવામાં આવ્યા છે.એ પૈકી એક કેરટેકરનો 27 ઓકટોબરે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

(10:50 am IST)