ગુજરાત
News of Saturday, 14th November 2020

દિવાળી પર્વે શક્તિપીઠ અંબાજી મંદિરને રોશનીનો શણગાર કરાયો : ઝળહળતો ઉજાસ ભર્યો માહોલ

અંબાજી મંદિર પરીસરમાં ફુવારા પણ શરૂ : રોશની શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું

બનાસકાંઠા: ધનતેરસથી દિવાળીના તહેવારોની શરૂઆત થતી હોય છે. કોરોનાની મહામારીના કારણે મોટાભાગના તહેવારો સાવ ફિકા બન્યા હતા. આ વખતે દિવાળી નો તહેવાર અંબાજીમાં ઝળહળતોને ઉજાસ ભર્યો જોવા મળી રહ્યો છે. પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરને પણ ઝાકમ ઝોળ રોશનીથી શણગારવામાં આવ્યું છે. જે રોશની શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અંબાજી મંદિર પરીસરમાં ફુવારા પણ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે અંબાજી મંદિરની રોશની જે દિવાળીના દીપોત્સવને વધુ ઝાખમઝોળ બનાવી છે. દિવાળીના તહેવારોમાં કોરોનાની મહામારીને સંક્રમણ ન થાય તે માટે કેટલાક મંદિરો દર્શનાર્થે બંધ રાખવામાં આવ્યા છે, ત્યારે અંબાજી મંદિર દિવાલીના તહેવારોમાં શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે.

(11:50 am IST)