ગુજરાત
News of Saturday, 14th November 2020

અમદાવાદમાં કોરોના કેસ કાબુમાં હશે તો ડિસેમ્‍બરમાં મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઃ ટર્મ પૂર્ણ થાય તે પહેલા જ જાહેરનામુ બહાર પડવાની શક્‍યતા

અમદાવાદ: AMCની ચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. AMCની ટર્મ પૂર્ણ થાય તે પહેલાં જાહેરનામું બહાર પાડી શકે છે. પેટાચૂંટણીમાં ભાજપની જીત થયા બાદ વહેલી ચૂંટણી થવાની ચર્ચા ચાલી રહી છે. જો કે કોરોનાના કેસોની સમીક્ષા બાદ જ AMCની ચૂંટણી અંગે નિર્ણય લેવાઇ શકે છે. જો કોરોનાના કેસો કાબુમાં હશે તો ચૂંટણી ડિસેમ્બરમાં જાહેર થઇ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસો પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને કોરોનાના લીધે આગામી ત્રણ મહિના સુધી મોકૂફ રાખવામાં આવી હતી. ત્રણ મહિના બાદ પરિસ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવાશે તેવું કહેવાયું હતું. રાજ્ય ચૂંટણીપંચે અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. નોંધનીય છે કે, મહાનગરપાલિકા અને 55 નગરપાલિકાની ચૂંટણીઓ નવેમ્બરમાં યોજાવવાની હતી. 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી પણ નવેમ્બરમાં યોજાવવાની હતી. ત્યારે હાલમાં AMCની ચૂંટણીને લઇને મહત્વના સમાચાર મળી રહ્યાં છે.

(4:37 pm IST)