ગુજરાત
News of Saturday, 14th November 2020

વલસાડના ગુંદલાવ જીઆઇડીસી પાસે પ્‍લાસ્‍ટીકના દાણા બનાવતી જે.પી. એન્‍ટરપ્રાઇઝ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ

વલસાડ: ગુજરાતમાં રોજબરોજ આગની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. ત્યારે આજે વધુ એક કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ગુંદલાવ GIDC પાસેની કંપનીમાં આગ લાગી છે. પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. જે.પી એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. જો કે ફાયર ફાઇટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. હાલમાં ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાઇ રહ્યાં છે. સાથે આસપાસના વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યાં છે.

શુક્રવારે સુરતમાં એક સાથે બે સ્થળોએ આગ લાગી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે શુક્રવારના રોજ સુરતમાં પણ એક સાથે બે જગ્યાએ આગ લાગ્યાની ઘટનાઓ સામે આવી હતી. શહેરના ભેસ્તાન વિસ્તારમાં કેમિકલ ગોડાઉન અને ઉધના વિસ્તારમાં ઝુંપડપટ્ટીમાં આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગુરૂકૃપા ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેના લીધે આસપાસના લૂમ્સના કારખાના બંધ કરી દેવાયા હતાં. ગોડાઉનમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારોમાં ગભરાહટનો માહોલ ફેલાઇ ગયો હતો.

બીજી બાજુ સુરતના ઉધના વિસ્તારના મફતનગરમાં ઝુંપડપટ્ટીમાં આગ લાગી હતી. જેમાં ત્રણ ઝુપંડાઓ આગની ઝપેટમાં આવી ગયા હતાં. ઘટના શહેરના રોડ નંબર 10 પરની હતી. એવું જાણવા મળ્યું હતું કે, ફટાકડા ફોડતા ઝુંપડપટ્ટીમાં આગ લાગી હતી.

(4:37 pm IST)