ગુજરાત
News of Saturday, 14th November 2020

વડોદરાની યુવતીનું ફેક ઇન્સટ્રાગ્રામ આઈડી બનાવી બીભત્સ વાતચીત કરી અભદ્ર ફોટાની માંગણી કરનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો

વડોદરા:હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી મહિલાના નામનું બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ  બનાવી મહિલા સાથે બીભત્સ વાતચીત કરી નગ્ન ફોટાની માંગણી કરનાર જમીન દલાલને તાલુકા પોલીસે ટેકનિકલ સોર્સની મદદથી ઝડપી પાડયો છે.

શહેર નજીકના એક ગામડામાં રહેતી ૪૫ વર્ષની મહિલા ખાનગી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મૂકેલા ફોટાનો ઉપયોગ કરી આરોપીએ મહિલાના નામનું બોગસ એકાઉન્ટ ખોલ્યું હતુ. અને બોગસ એકાઉન્ટથી મહિલાના ઓરિજનલ એકાઉન્ટ પર બીભત્સ વાતચીત કરી નગ્ન  ફોટાની માંગણી શરૃ કરી હતી. જેથી મહિલાએ તે એકાઉન્ટ બ્લોક કરી  દીધુ હતુ. પરંતુ આરોપીએ  બીજુ બોગસ એકાઉન્ટ ખોલી મહિલાને પરેશાન કરવાનું શરૃ  કર્યું હતુ. મહિલાએ તે બીજુ એકાઉન્ટ પણ બ્લોક કરી દીધુ હતુ. પરંતુ આરોપી અહીંયાથી અટક્યો ન હતો. અને તેને અલગ અલગ  ચાર બોગસ  એકાઉન્ટ ખોલી મહિલાને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતુ. છેવટે મહિલાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલનાર જમીન દલાલ વૈભવ જગદીશરાવ તોડકર (રહે. કેશનપાર્ક સોસાયટી, નવા નરોડા અમદાવાદ)ને   ઝડપી પાડયો છે.

(6:06 pm IST)