ગુજરાત
News of Saturday, 14th November 2020

વડોદરામાં ઓફિસે જઈ વકીલને ધમકી આપનાર બરાનપુરાના માથાભારે શખ્સ વિરુદ્ધ મક્કરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો

વડોદરાતા: શહેરમાં કોર્ટમાં ચાલતા કેસમાં સમાધાન કરવા માટે એક સીનિઅર વકીલની ઓફિસે જઈ ધમકી આપનાર બરાનપુરાના માથાભારે શખ્સની સામે મકરપુરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મકરપુરા ઓએનજીસીની સામે વિમલ સોસાયટીમાં રહેતા સીનિઅર વકીલ શૈલેષ પટેલે  પોલીસને જણાવ્યું છે કે  વારસિયાની એક જમીનના વિવાદમાં વાસુદેવ મેઘવાનીનો હું વકીલ છું અને કોર્ટમાં આ કેસ પેન્ડિંગ છે. મારા અસીલ  વાસુદેવના દસ્તાવેજ ખોટો પુરવાર કરવા માટે સામાવાળા કમળાબેન છત્રસિંહે (રહે.સોખડા, લાલજીપુરા તા.વડોદરા) આ કેસ કર્યા છે.

(6:07 pm IST)