સુરતના મોટા વરાછામાં પરિણીતાએ પ્રેમીને મોકલેલ બીભત્સ વિડીયો પ્રેમીના મિત્રએ વાયરલ કરવાની ધમકી આપી પરેશાન કરતા પોલીસ ફરિયાદ
સુરત: શહેરના મોટા વરાછાની પરિણીતાએ પ્રેમીને મોકલાવેલો નગ્ન વિડીયો પ્રેમીના મિત્રએ વાઇરલ કરવાની ધમકી આપી આઇ મીસ યુ નો મેસેજ મોકલાવી પોતાની સાથે સબંધ રાખવા મજબુર કરતા પરિણીતાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મોટા વરાછા વિસ્તારની પરિણીતાને ભૂતકાળમાં પ્રશાંત મહેશ માંગુકીયા (રહે. સીમાડા નાકા) સાથે પ્રેમસબંધ હતો. પ્રેમસબંધ દરમ્યાન પ્રશાંતના કહેવાથી પરિણીતાએ પોતાનો નગ્ન વિડીયો વ્હોટ્સ અપ પર મોકલાવ્યો હતો. જો કે ત્યાર બાદ પ્રશાંત અને પરિણીતાએ રાજીખુશીથી બ્રેકઅપ કરી લીધું હતું. તેમ છતા પ્રશાંતં વારંવાર પરિણીતાનો પીછો કરી હેરાન કરતો હતો. ઉપરાંત પ્રશાંતના મિત્ર નિશાંત વેકરીયાએ પરિણીતાને મેસેજ કર્યો હતો કે તારા બધા વિડીયો મારી પાસે આવી ગયા છે અને હું ડિલીટ કરી દઇશ. ત્યાર બાદ આઇ મીસ યુ નો મેસેજ કર્યો હતો. આઇ મીસ યુ ના મેસેજ થકી નિશાંતે યેનકેન પ્રકારે પરિણીતા સાથે સબંધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિણીતાએ ઇન્કાર કરી દીધો હતો. જેથી નિશાંત અશ્લીલ મેસેજ મોકલતા પરિણીતા અને નિશાંત વચ્ચે ઝઘડો થયો હતો.