ગુજરાત
News of Saturday, 14th November 2020

સુરતમાં ચોટા બજાર વિસ્તારમાં દુકાનમાં ડુપ્લીકેટ કોસ્મેટિક પ્રોડક્ટ્નું વેચાણ કરતા શખ્સોને પોલીસે ઝડપી 64132 નો મુદામાલ જપ્ત કર્યો

સુરત:શહેરના રાજમાર્ગ સ્થિત ચોટાબજારમાં બે દુકાન અને ફુટપાથ પર પાથરણા પાથરી હિન્દુસ્તાન યુનિલીવર કંપનીની ડુપ્લીકેટ કોસ્મેટીક પ્રોડક્ટનું વેચાણ કરતા ઝડપી પાડી અઠવાલાઇન્સ પોલીસે રૂા. 64,132નો મુદ્દામાલ કબ્જે લેવાની સાથે 12 વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિવાળી તહેવાર અંતર્ગત ચૌટાબજારમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. ખરીદીના આ માહોલ વચ્ચે હિન્દુસ્તાન યુનીલીવર લિમીટેડ કંપનીનો ડુપ્લીકેટ પ્રોટક્ડનું વેચાણ કરનારાઓનો પણ રાફડો ફાટયો છે.

(6:08 pm IST)