ગુજરાત
News of Saturday, 14th November 2020

સુરતના ચોક બજાર વિસ્તારમાં પાણીમાં ન્હાવા પડેલ બે મિત્રોનો પગ લપસી જતા તરવૈયાઓએ બચાવી લીધા

સુરત: શહેરમાં વેડરોડના રહેતા બે ભાઈ સહિત ત્રણ વ્યક્તિઓ ચોક બજાર ખાતે કોઝવેમાં ફૂલહાર અને ભગવાનના ફોટા પધરાવ્યા બાદ નાહવા જતા ત્રણે પાણીમાં ડૂબી રહ્યા હતા. જેથી આસપાસના તારવૈયાઓએ બે મિત્રને બચાવી લીધા હતા. જ્યારે ફાયર વિભાગના જવાનોએ ડૂબી ગયેલા ધોરણ 10 ના વિદ્યાર્થી મોતને ભેટ્યો હતો

સ્મીમેર હોસ્પિટલ અને ફાયર વિભાગ પાસેથી મળતી વિગત મુજબ કતારગામ વિસ્તારના વેડ રોડ પર આનંદપાર્ક સોસાયટીમાં રહેતા ગિરજાશંકર ઉપાધ્યાયનો 16 વર્ષીય પુત્ર કલ્પેશ અને બીજો 14 વર્ષિય પુત્ર રવિ અને તેમની નજીકમાં રહેતા મિત્ર 13 વર્ષિય સત્યમ જંદા આજે સવારે ચોક બજાર વિસ્તારમાં કસરત કરવા ગયા હતા. બાદમાં કસરત કરીને ત્રણેય ઘરે નાસ્તો કરવા આવ્યા હતા. 

(6:10 pm IST)