ગુજરાત
News of Saturday, 14th November 2020

રાજપીપળા પાલિકામાં પ્રતિમા મુકાય એ પહેલા વિવાદ : પૂર્વ પ્રમુખોની પ્રતિમા મુકવા જિલ્લા કલેક્ટરને રજૂઆત

પાલિકા પટાંગણમાં સ્વ. અલકેશસિંહ ગોહિલની પ્રતિમા મુકાય એ પહેલાં જ વિવાદ થયો

રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ અને આ ટર્મમાં કારોબારી ચેરમેન એવાં સ્વ. અલકેશસિંહ ગોહિલનું કોરોનાની ટૂંકી સારવાર દરમ્યાન વડોદરા ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં દુઃખદ નિધન થયું હતું. જ્યાર બાદ રાજપીપળા પાલિકામાં એક સભા મળી હતી. જેમાં શ્રદ્ધાંજલિના રૂપમાં સ્વ. અલકેશસિંહ ગોહિલની રાજપીપળા પાલિકામાં પ્રતિમા મુકવાનો પ્રસ્તાવ પાલિકા વિપક્ષ નેતા મુંતઝીર ખાન શેખે રજૂ કર્યો હતો. એ પ્રસ્તાવને સભામાં હાજર તમામ સભ્યોએ સ્વીકાર્યો પણ હતો. પરંતુ રાજપીપળા પાલિકા પટાંગણમાં સ્વ. અલકેશસિંહ ગોહિલની પ્રતિમા મુકાય એ પહેલાં જ વિવાદ પેદા થયો છે. રાજપીપળા શહેરના આગેવાનોએ પાલિકાના પૂર્વ પ્રમુખોની પણ પ્રતિમા મૂકવા નર્મદા કલેકટરને રજૂઆતો કરી છે.

    મળતી માહિતી મુજબ સ્વ. અલકેશસિંહ ગોહિલના જન્મદિવસે રાજપીપળા પાલિકામાં એમની પ્રતિમા મુકવાની વિચારણાઓ પણ ચાલી રહી છે. આગામી સમયમાં આ મુદ્દે તેઓ ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાને પણ રજૂઆત કરશે. રાજપીપળાના રહીશોએ જણાવ્યું હતું કે, સ્વ. અલકેશસિંહ ગોહિલનું અવસાન થયું એ દુઃખદ બાબત છે. શ્રદ્ધાંજલિના રૂપમાં એમની પ્રતિમા મુકાઈ રહી છે તો રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખો સ્વ. ચિનુભાઈ કાપડિયા અને સ્વ. પન્નાલાલ પંડ્યાએ પણ એમના કાર્યકાળ દરમિયાન વિકાસ માટે નિઃસ્વાર્થ ભાવે સારા કાર્યો કર્યા છે. તો આવાં સમયે એમને પણ કેમ ભુલાય. એ સિવાય પણ અન્ય સમાજના ઘણા બધા લોકોએ પાલિકામાં પ્રમુખ પદે રહી સારા કર્યો કર્યાં છે. એવાં તમામ લોકોની પ્રતિમા પણ રાજપીપળા પાલિકા પટાંગણમાં મુકાવવી જોઈએ એવી માંગ કરી છે

   અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રાજપીપળા પાલિકાના કોઈ પણ ચૂંટાયેલા સભ્યોની અવસાન બાદ પ્રતિમા મુકાઈ જ નથી. જો અલકેશસિંહ ગોહિલની પ્રતિમા મુકાશે તો તેઓ પ્રથમ વ્યક્તિ હશે. શહેરના અન્ય નાગરિકોએ સ્વ. અલકેશ સિંહ ગોહિલની પ્રતિમા મુકવાના નિર્ણયનો વિરોધ તો નથી કર્યો. પરંતુ બીજા સ્વર્ગસ્થ પ્રમુખોની પણ પ્રતિમા મુકવાની માંગ કરતા મોટા વિવાદનો જન્મ જરૂર થયો છે. રાજપીપળા શહેરના નાગરિકોની માંગણી પણ આમ તો યોગ્ય જ કહેવાય. ત્યારે હાલ તો તંત્ર દ્વિધામાં મુકાયું છે. હવે આ વિવાદ વચ્ચે શું નિર્ણય લેવાય છે એ તો સમય જ બતાવશે

(6:34 pm IST)