ગુજરાત
News of Saturday, 14th November 2020

રાજપીપળા અને ડેડીયાપાડા ફટાકડાના મુખ્ય બજારમાં ફટાકડાની લુમો પર પ્રતિબંધ બાદ મંદીનો માહૉલ

ફોટો lumi
(ભરત શાહ દ્વારા)રાજપીપળા : આ વર્ષે દિવાળીનો પર્વ આમ પણ સામાન્ય જોવા મળી રહ્યો છે બજારોમાં ઘરાકીમાં મોટો ઘટાડો છે ત્યારે સરકાર દ્વારા ફટાકડા બાબતે પણ કેટલાક નિયમનો લાગુ કરાતા દર વર્ષ કરતા આ વર્ષે દુકાનોમાં ભારે મંદીનો માહૉલ જોવા મળી રહ્યો છે જેમાં ખાસ તો નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા અને ડેડીયાપાડામાં ફટાકડાના મોટા બજારોમાં વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ બેઠેલા જોવા મળે છે ત્યારે જ્યાં થોડા ઘણા ગ્રાહકો ખરીદી માટે આવતા હોય ત્યાં ભાવ તાલ બાદ ઓછા નફે માલ પૂરો કરવા વેપારીઓ પણ પ્રયાસ કરતા જોવા મળે છે.

(6:58 pm IST)