ગુજરાત
News of Saturday, 14th November 2020

રાજપીપળા ખાતે 181 મહિલા હેલ્પલાઇન દ્વારા રંગોળી થકી દિવાળી-નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી

(ભરત શાહ દ્વારા)    રાજપીપળા: નર્મદા જિલ્લા અભયમ 181મહિલા હેલ્પલાઇન દ્વારા વિવિધ રંગની રંગોળી પુરી પ્રેમ અને ભાઈચારાના પર્વ એવા દિવાળીની શુભકામના પાઠવવામાં આવી હતી.જેમાં બેટી બચાવો,બેટી પઠાવો, સ્ત્રી ભ્રુણ હત્યા રોકો,બાળ લગ્ન અટકાવો, મહિલા પર અત્યાચાર બંધ કરો તેવા સંદેશા પણ આપવામાં આવ્યા હતા.

(7:03 pm IST)