ગુજરાત
News of Saturday, 14th November 2020

રાજપીપળા અખિલ હિન્દ મહિલા પરિસદ દ્વારા યોજાયેલ રંગોળી સ્પર્ધામાં વિજેતા જાહેર કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 23 સ્પર્ધકોની રંગોળીનું નિરીક્ષણ કરવામા આવ્યા બાદ આજે એ પૈકી સૌથી સુંદર અને નિયમ મુજબની રંગોળી ના વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા જેમાંસિનિયર વિભાગમાં  (૧) ત્રિવેદી કૃતિકા (૨) શાહ સીમા ભૌમિક (૩) પટેલ વૈશાલી (૪) ચૌહાણ જાગૃતિબેન જ્યારે જુનિયર વિભાગમાં (૧) ખુશી ચૌહાણ(૨) અવની ત્રિવેદી અને આશ્વાસન ઈનામમાં (૧) હીવા ગાંધી  જુનિયર વિભાગ અને અલ્પા શાહ સિનિયર  વિભાગ ના નામ જાહેર થતા તમામ વિજેતાઓને સૌએ અભિનંદન આપ્યા હતા.

(7:08 pm IST)