ગુજરાત
News of Saturday, 14th November 2020

રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજસ ગાંધી દ્વારા સ્લમ વિસ્તારના 100 બાળકોને ફટાકડાનું વિતરણ

તેજશભાઈ ગાંધી અને તેમના પત્ની દત્તાબેન ગાંધીએ દિવાળીના પર્વ માં જરૂરિયાતમંદ બાળકોને ફટાકડાનું વિના મૂલ્યે વિતરણ કરી દિવાળી કરાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં આ વર્ષે લોકડાઉન ના કારણે દિવાળી પર્વમાં લોકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ઘણા પરિવારોએ સામાન્ય રીતે આ પર્વ ઉજવવાની તૈયારી કરી હતી પરંતુ શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા પરિવારો તો ફટાકડા કે અન્ય મોંઘી વસ્તુઓ ખરીદી શકે તેમ ન હોય રાજપીપળાના જાણીતા વેપારી અને વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજશભાઈ ગાંધી અને તેમના પત્ની દત્તાબેન ગાંધીએ સ્લમ વિસ્તાર ના બાળકો પણ નિરાશ ન રહે તેવા આશયથી આવા પરિવારોને શોધી તેમના બાળકોને વિના મૂલ્યે ફટાકડાનું વિતરણ કર્યું જેમાં 100 જેવી ફટાકડાની કીટનું આજે વિતરણ કર્યું હતું.સાથે રાજપીપળાના એચઆઇવી ગ્રસ્ત સાત બાળકોને પણ આ કીટ આપી દિવાળી ની ઉજવણી કરાવી હતી

(7:22 pm IST)