ગુજરાત
News of Saturday, 14th November 2020

દેશની સાતમી આર્થિક ગણતરીમાં માહિતી આપનારા નાગરિકોની માહીતી ગુપ્ત રખાશે

જવાબ ચોક્કસ અને સાચા આપવા નાગરિકોને અપીલ કરતા અમદાવાદ જિલ્લા કલેકટર

અમદાવાદ : દૅશની આર્થિક સ્થિતિને સ્થિર કરવા પ્રયત્નશીલ છે. ત્યારે જ સરકારે સાતમી આર્થિક ગણતરી શરૂ કરી છે. આ ભારતની સાતમી આર્થિક ગણતરીમાં માહિતી આપનારા નાગરિકોની માહીતી ગુપ્ત રાખવામાં આવશે તેમ અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે.

તેમણે કહ્યું કે, માહિતી ચોક્કસ અને સાચા જવાબો પુરા પાડશો.જેથી મેળવવામાં આવેલી માહિતીની વિગતોનો અભ્યાસ કરી સાતમી આર્થિક ગણતરીના પરિણામો બહાર પાડી શકાય. જે રાજયની આર્થિક/ધંધાકીય પ્રવુત્તિ અંગેની માહિતી નીતિવિષયક આયોજનામાં અત્યંત ઉપયોગી બનશે.

 અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે કે, ભારત સરકાર અને રાજય સરકાર સમયાંતરે વ્યક્તિઓ/કુંટુબો અને સંસ્થાઓ પાસેથી વિવિધ સામાજિક આર્થિક બાબતોની માહિતી એકત્ર કરી છે. જેનો ઉપયોગ નીતિ ઘડતર માટે કરવામાં આવે છે. ભારત સરકાર દ્રારા સાતમી આર્થિક ગણતરી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે જાન્યુઆરી 20માં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાતમી આર્થિક ગણતરીનો પ્રારંભ કરાવ્યો હતો. આર્થિક ગણતરી એ ખૂબ જ અગત્યની ગણતરી છે

(10:16 pm IST)