News of Friday, 15th January 2021
વડોદરાના વાઘોડિયા રોડ સહીત મંગળ બજારના બે શોરૂમમાં ભીષણ આગ ભભૂકતા અફડાતફડી મચી જવા પામી
વડોદરા: શહેરના અત્યંત ગીચ વિસ્તારમાં આવેલા મંગળ બજારમાં લીલા રામ એન્ડ સન્સ નામના ઈલેક્ટ્રીકના શોરૂમમાં ઉપરના માળે ગઈ મોડી સાંજે કોઈ કારણસર આગ લાગતા લોકો દોડી આવ્યા હતા.
વડોદરા ફાયરબ્રિગેડ અને જાણ કરાતા બે કલાક સુધી આગ બુઝાવવાની કામગીરી કરી આસપાસની દુકાનોને બચાવી લેવામાં આવી હતી.
આજ રીતે ઉતરાયણની મધરાતે વાઘોડિયા રોડ વિસ્તારમાં ઉમા ચાર રસ્તા નજીક આવેલી હેતલ ઇલેક્ટ્રોનિક્સ નામના શોરૂમમાં કોઈ કારણસર લાગેલી આગમાં દુકાન તેમજ ગોડાઉનનો સામાન લપેટાઈ ગયો હતો. વિકરાળ આગને કાબૂમાં લેતા ફાયર બ્રિગેડને નાકે દમ આવી ગયો હતો.
(5:09 pm IST)