ગુજરાત
News of Friday, 15th January 2021

વાવડી ગામમાં ઉત્તરાયણ પર્વમાં લાઉડસ્પીકર વગાડી જાહેરનામાનો ભંગ કરનાર મહિલા વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાવડી ગામમાં ઉત્તરાયણમાં લાઉડ સ્પીકર વગાડનાર મહીલા વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ કોવિડ જાહેરનામું લાગુ હોય જેમાં કેટલાક નિયંત્રણો લાગુ કરાય હોય જેમાં લાઉડ સ્પીકર, ડી.જે.અથવા કોઇ પણ પ્રકારની મ્યુઝીક સીસ્ટમ વગાડવાથી ભીડ એકત્રીત થવાથી સોશિયલ ડીસ્ટેનસિંગનો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવા છતાં વાવડી ગામના સડક ફળિયામાં રહેતા સુમિત્રા બેન દિનેશભાઇ વસાવા એ ઉત્તરાયણના દિવસે લાઉડ સ્પીકર વગાડી જાહેરનામાનો ભંગ કરતા રાજપીપળા પોલીસે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(11:19 pm IST)