ગુજરાત
News of Thursday, 15th April 2021

વાપીની ૨૧-સેન્‍ચુરી કોવિડ-૧૯ હોસ્‍પિટલની માન્‍યતા તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કરાઈ

કલેક્‍ટર આર.આર.રાવલે આ બનાવને ગંભીરતાથી લઇ તાત્‍કાલિક અસરથી હોસ્‍પિટલની કોવિડ-૧૯ની સારવાર અર્થે આપેલી માન્‍યતા તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કરી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લાના વાપી ખાતેની ૨૧-સેન્‍ચુરી હોસ્‍પિટલને કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. તાજેતરમાં ૨૧-સેન્‍ચુરી કોવિડ-૧૯ હોસ્‍પિટલ ખાતે શંકાસ્‍પદ કોવિડના દર્દીનું મોત થતાં હોસ્‍પિટલ દ્વારા મૃતકની લાશ આપવા માટે હોસ્‍પિટલે કરેલી ગંભીર બેદરકારી અંગેના સમાચારો અખબારો, ન્‍યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયામાં પ્રસારિત થયા હતા. જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે  આ બનાવને ગંભીરતાથી લઇ તાત્‍કાલિક અસરથી હોસ્‍પિટલની કોવિડ-૧૯ની સારવાર અર્થે આપેલી માન્‍યતા તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કરવામાં આવી છે અને આ માટે એક તપાસ કમિટિ રચવાનો હુકમ કરવામાં આવ્‍યો છે. આ કમિટિ તપાસ અહેવાલ આધારિત આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને જો હકીકતમાં હોસ્‍પિટલ કસૂરવાર જણાશે તો એપેડેમિક એકટ અને ડીઝાસ્‍ટર એક્‍ટ મુજબ કાર્યવાહી કરવાનું વિચારવામાં આવશે, તેમ જણાવ્‍યું છે.

(7:27 pm IST)