News of Saturday, 15th May 2021
રાજપીપળા સ્ટેશન રોડ પર તરબૂચ વેચનારે 8 માણસો ભેગા કરતા જાહેરનામા ભંગ નો ગુનો દાખલ થયો
(ભરત શાહ દ્વારા ) રાજપીપળા : રાજપીપળાના સ્ટેશન રોડ ઉપર ટ્રેક્ટરની ટ્રોલી માં તરબૂચ વેચનાર શખ્સે વધુ માણસો ભેગા કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પીએસઆઇ પી.એમ.પરમાર એ સ્ટેશન રોડ પર તરબૂચ વેચનાર જયમીનભાઈ જગદીશ ભાઈ ભોઈ,(રહે.ટેકરાફળીયુ રાજપીપળા )ને ગુરૂવારે સવારે લો - પ્રાઈઝ સ્ટોર નામની દુકાનની આગળ ટ્રેકટરની ટ્રોલીમાં આઠથી વધારે માણસોનું ટોળુ ભેગુ કરી વેપાર કરી જાહેરનામા નો ભંગ કરતા ઝડપી પાડતા રાજપીપળા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
(10:15 pm IST)