ગુજરાત
News of Saturday, 15th May 2021

નર્મદા માં શુક્રવારે ૩૩ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૮૧૭ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૩૩ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં હરિજનવાસ ૦૧,છત્રવીલા ૦૧,લિલવાઢોર ૦૧, રાજેન્દ્રનગર ૦૧, વડ ફળિયા ૦૧ તથા નાદોદ તાલુકામાં અક્કુવાડા ૦૧, નાવરા ૦૧, માંગરોલ ૦૧,પ્રતાપનગર ૦૧, ટીંબી ૦૧, ગોપાલપુરા ૦૧, ટંકારી ૦૧,ભદામ ૦૧, વિરપોર ૦૧, ભચરવાડા ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં ઇન્દ્રવાણ ૦૧,ગોરા ૦૧,કેવડિયા ૦૧,પાચલા ૦૧, સાકવા ૦૧,ફૂલવાડી ૦૧, ખડગદા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં સાહેબપૂરા ૦૧,આલમપુરા ૦૧, વ્યાધર ૦૧,નમારિયા ૦૧,તિલકવાડા ૦૧,મોરા ૦૧, પહાડ ૦૧,કારેલી ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં સેજપુર ૦૧,શિશા ૦૧ તથા સાગબારા તાલુકામાં સાગબારા ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૩૩ પોજેટિવ કેસ નોંધાયા છે.
 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૦૬ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૧૬ દર્દી દાખલ છે આજે ૩૧ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૪૭૪ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૮૧૭ પર પહોચ્યો છે.આજે વધુ ૧૧૨૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:30 pm IST)