ગુજરાત
News of Saturday, 15th May 2021

આવતા અઠવાડીયાથી મગફળીના બિયારણનું વિતરણ

સરકાર પાસે પ્રથમ તબક્કે ૧૩૫૦ મેટ્રિક ટનનો સ્ટોકઃ બીજ નિગમ મારફત વિતરણ કરાશે

રાજકોટ, તા. ૧૫ :. ચોમાસાના ખરીફ પાકના વાવેતરની મોસમ નજીક આવતા સરકારે ખેડૂતો માટે બિયારણની આગોતરી વ્યવસ્થા કરી છે. કૃષિમંત્રી આર.સી. ફળદુ અને કૃષિ સચિવ મનીષ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ બીજ નિગમ દ્વારા જિલ્લાવાર વિતરણ વ્યવસ્થા ગોઠવાશે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. ગયા વર્ષની સ્થિતિએ અંદાજ કરતા ૧૦ થી ૧૨ હજાર મેટ્રીક ટન મગફળીના બિયારણની જરૂર રહે છે. રાજ્ય સરકારે પ્રથમ તબક્કે ૧૩૫૦ મેટ્રિક ટન બિયારણનો સ્ટાફ કરી દીધેલ છે. જિલ્લાવાર બિયારણ પહોંચાડી દેવામા આવ્યુ છે. આવતા અઠવાડીયાથી ખેડૂતોને મગફળીના બિયારણના વિતરણનો પ્રારંભ કરવામાં આવશે. મંગળવાર આસપાસ વિતરણ શરૂ કરવાની સરકારની ગણતરી છે પણ વાવાઝોડાની પરિસ્થિતિને અનુલક્ષીને વિતરણના પ્રારંભમા ફેરફાર થઈ શકે છે. ખેડૂતોએ ઉંચા ભાવે બિયારણ ન ખરીદવુ પડે તે માટે સરકાર પુરતો જથ્થો એકત્ર કરી સમયાંતરે વિતરણ કરવા માંગે છે.

(12:56 pm IST)