ગુજરાત
News of Saturday, 15th May 2021

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હોમગાર્ડ જવાન પર એક શખ્સે જીવલેણ હુમલો કરતા ચકચાર

અમદાવાદ:જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન ગુન્હાખોરીના બનાવો વધી રહ્યાં છે અને ગુન્હેગારોને જાણે પોલીસતંત્રનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે.

ધોળકા શહેરી વિસ્તારમાં ફરજ બજાવી રહેલ એક હોમગાર્ડ જવાન પર એક શખ્સે ચાલુ ફરજ દરમ્યાન મારમારી જાનથી મારી નાંખવાની ધમકીનો બનાવ બન્યો હતો જે અંગે ભોગ બનનાર હોમગાર્ડ જવાને ધોળકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા ખાતે રહેતાં અને હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવતાં ઈમામ ગુલામરસુલ ખલીફા ઉ.વ.૪૮વાળા ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ધોળકાના કાજી ટેકરા પાસે તેઓના પોઈન્ટ પાસે અંદાજે ૧૦ થી ૧૫ યુવકો વાતો કરી રહ્યાં હતાં આથી તેઓએ યુવકોને પોતાના ઘરે જતા રહેવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ થોડીવારમાં ત્રણ શખ્સો આવ્યાં હતાં અને તે પૈકી એક શખ્સ આર્યન અઝીઝ મનસુરી રહે.ધોળકાવાળાએ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી પોલીસ તંત્ર વિરૂધ્ધ અપમાનજક શબ્દો ઉચ્ચારી માથાના ભાગે ઢીકા પાટુંનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર હોમગાર્ડ જવાને ધોળકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

(5:08 pm IST)