ગુજરાત
News of Saturday, 15th May 2021

વડોદરાના વિશ્વામિત્રી બ્રિજ નીચેથી એક મહાકાર્ય મગરનો મૃતદેહ મળી આવતા ફોરેસ્ટ વિભાગે કારણ જાણવા પોસ્ટમોટર્મ વિધિ શરૂ કરાવી

વડોદરાઃ વિશ્વામિત્રી બ્રિજની નીચેથી આજે એક મહાકાય મગરનો મૃતદેહ મળી આવતાં ફોરેસ્ટ વિભાગે તેના મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ વિધિ કરાવી છે.

કાલાઘોડા ખાતે વિશ્વામિત્રીની સપાટી માપવાની કેબિન નજીક આજે બપોરે એક મહાકાય મગરનો મૃતદેહ દેખાતાં કોઇકે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.

ફોરેસ્ટની ટીમે ફાયર બ્રિગેડની મદદ લેતાં ફાયર બ્રિગેડની ટીમે બોટ લઇ નદીમાં કામગીરી  કરી હતી.એક કલાકની જહેમત  બાદ અંદાજે 100 કિલોથીવધુ વજન ધરાવતા 8 ફૂટના મગરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

અગાઉ આજ સ્થળે 2૦૦ કિલોના મહાકાય મગરનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના માથામાં ઇજાના નિશાન પણ જણાઇ આવ્યા હતા.જેથી કોઇકે બોથડ પદાર્થ માર્યો હોય કે બ્રિજ પરથી મોટો પથ્થર માર્યો હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.આજે મળી આવેલા મગરના મૃતદેહ પર કોઇ ઇજાના નિશાન નથી.તેમ છતાં મૃત્યુ નું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવનાર છે.

(5:12 pm IST)