ગુજરાત
News of Saturday, 15th May 2021

વડોદરા: લગ્ન બાદ પરિણીતાને પત્નીના અન્ય સંબંધની જાણ થતા પત્નીએ પોલીસનો સહારો લીધો

વડોદરાઃ અન્ય સ્ત્રી સાથે સબંધ ધરાવતા પતિના અસહ્ય ત્રાસના કારણે પત્નીએ પતિ તેમજ તેની કાનભંભેરણી કરતી બે નણંદ,નણદોઇ અને જેઠ સામે મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પરિણીતાએ કહ્યું છે કે,વર્ષ-૨૦૦૦માં મારા લગ્ન જયેશ ઠક્કર સાથે થયા બાદ મને જાણ થઇ હતી કે પતિના આ  બીજા લગ્ન છે અને અગાઉ છૂટાછેડા થઇ ગયા છે.પરંતુ મારા પરિવારની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી ઘરસંસાર ચાલુ રાખ્યો હતો.

થોડા જ સમયમાં પતિ અને સાસરીયાં દ્વારા પરેશાન કરવાનું શરૃ કરાયું હતું.પતિ વિકૃત માનસિકતા ધરાવતો હોવાથી મારે તેની માંગણી સાથે તાબે થઇ જવું પડતું હતું.પતિ વારંવાર બીજી સ્ત્રીને લાવવાની પણ ધમકી આપતો હતો.મને માર મારવાથી શરીરે નિશાન પણ પડી ગયા છે.હાલમાં તે આપઘાત કરવાની ધમકી આપી ઘરમાંથી ચાલ્યા જતાં અભયમને પણ જાણ કરી છે.

(5:14 pm IST)