ગુજરાત
News of Saturday, 15th May 2021

નર્મદા જિલ્લા વિકાસ અધિકારીએ રાજપીપલા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણાએ  રાજપીપલા સરકારી આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
 રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાત દરમિયાન હેલ્પ ડેસ્ક, ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, એન્ટીજન-RTPCR ટેસ્ટ વગેરે સહિતની વિસ્તૃત જાણકારી મેળવી હતી. તેમજ કોરોના પોઝિટિવ દરદીઓની ખબર પૂછી ઓક્સિજન પ્લાન્ટની તકનીકી જાણકારી મેળવી હતી.
 તદ્દઅનુસાર,ગરૂડેશ્વર તાલુકાની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટર ગોરા, તિલકવાડા તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર, તિલકવાડાની  એકલવ્ય સ્કૂલના કોવિડ કેર સેન્ટરની મુલાકાત વેળાએ પલસાણાએ એન્ટીજન રેપીડ -RTPCR ટેસ્ટની  થઈ  રહેલી કામગીરી, કોવિડ કેર સેન્ટર ખાતે દરદીઓને અપાતી સારવાર,  દરદીઓ ને અપાતા ભોજન સહિતની જાત માહિતી મેળવી હતી.
આ મુલાકાત દરમ્યાન અધિક આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક ડૉ. મિશ્રા ઉપસ્થિત રહ્યા હતાં.

(10:15 pm IST)