ગુજરાત
News of Sunday, 15th May 2022

રાજપીપળા માં 529 કરોડના ખર્ચે નવી મેડિકલ કોલેજ શરૂ થશે:ગુજરાતમાં કુલ 5 નવી મેડિકલ કોલેજો બનશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા સહિત રાજ્યમાં કુલ પાંચ નવી મેડિકલ કોલેજ શરૂ થશે
જાણવા મળ્યા મુજબ ગુજરાતમાં રૂા.૨,૫૦૦ કરોડના ખર્ચે પાંચ નવી મેડિકલ કોલેજો સ્થાપવામાં આવશે જેમાં રાજપીપળા,મોરબી , પોરબંદર , ગોધરા અને નવસારીમાં નવી મેડિકલ કોલેજો આગામી શૈક્ષણિક વર્ષથી શરૂ થશે
ગુજરાત સરકાર આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાતમાં રૂ . ૨૫૦૦ કરોડમાં પાંચ નવી મેડિકલ કોલેજો સ્થાપશે , જેમાં હાલની ૫૭૦૦ મેડિકલ બેઠકોમાં ૫૦૦ બેઠકોનો ઉમેરો થશે . આ પગલાનો હેતુ ગુજરાતને ભારતનું મેડિકલ હબ બનાવવા અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાનો છે , જેની ખામીઓ કોવિડ રોગચાળા દરમિયાન બહાર આવી હતી . અગાઉ વડાપ્રધાન મોદીએ દેશના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ બનાવવાની હાકલ કરી હતી .   આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ નવી મેડિકલ કોલેજો મોરબી ( રૂ . ૬૨૭ કરોડમાં ) , પોરબંદર ( રૂ . ૩૯૦ કરોડ ) , ગોધરા ( રૂ . ૫૧૨ કરોડ ) , નવસારી ( રૂ . ૫૪૨ કરોડ ) , અને રાજપીપળા ( રૂ . પ ૨૯ કરોડ ) ના ખર્ચ  શરૂ થશે,સરકારે પાંચ નવી મેડિકલ કોલેજો સ્થાપવા માટે મંજૂરી આપી છે જે એક વર્ષમાં શરૂ થશે અને તેના માટે બજેટ પણ ફાળવવામાં આવ્યું છે

(10:24 pm IST)