ગુજરાત
News of Sunday, 15th May 2022

સરકારી કચેરીઓમાં દારૂબંધીના લીરેલીરા ?, મહેસાણામાં જિ.પં. પરિસર અને ભાવનગરમાં સર્કિટ હાઉસમાં બિયરની બોટલો મળી

મહેસાણા જિલ્લા પંચાયત કચેરીની પાછળથી દારૂની બોટલો મળી:બોટલ સાથે ગ્લાસ અને સોડાની ખાલી બોટલોનો પણ ઢગલો મળ્યો :ભાવનગરમાં મહુવા સર્કિટ હાઉસના સ્ટોરેજ રૂમમાંથી ખાલી બિયરના ટીનનો જથ્થો મળ્યો

અમદવાદ ; રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પડોશી રાજ્ય અને સંઘ પ્રદેશોમાંથી રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ઠેર-ઠેર વાહન ચેકીંગ અને પેટ્રોલિંગ કરવામાં આવે છે.ત્યારે મહેસાણા અને ભાવનગરમાં સરકારી જમીનમાં જ દારૂબંધીના ધજાગરા જોવા મળ્યા છે. મહેસાણા જિલ્લા પંચાયત કચેરીની પાછળથી દારૂની બોટલો મળી આવી છે. બોટલ સાથે ગ્લાસ અને સોડાની ખાલી બોટલોનો પણ ઢગલો મળ્યો છે.ત્યારે જિલ્લા પંચાયત કચેરીમાં દારૂની મહેફિલ થતી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.તો ભાવનગરમાં મહુવા સર્કિટ હાઉસના સ્ટોરેજ રૂમમાંથી ખાલી બિયરના ટીનનો જથ્થો મળ્યો છે.સરકારી અધિકારીઓ રોકાય છે ત્યાંથી બિયરના ખાલી ટીન મળતા અનેક સવાલો ઉઠ્યા છે.સર્કિટ હાઉસમાં બિયરના ટીનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.આમ, સરકારી જગ્યાઓમાં જ દારૂબંધીના લીરેલીરા ઉડતા અનેક સવાલો ઊભા થયા છે.જો કે હાલ તો બંને જગ્યાએ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

ગુજરાતમાં દારૂ બંધી હોવાના ખુદ સરકારી સર્કિટ હાઉસ લીરેલીરા ઉડાડી રહ્યું છે, મહુવા સર્કિટ હાઉસમાં ઢગલા બંધ ખાલી બિયર ટીન નો વિડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું હતું, જો કે, સર્કિટ હાઉસની અંદર પાછળના ભાગે સ્ટોરેજ રૂમમાં 10 થી 15 જેટલા ખાલી બિયર ટીનનો ઢગલો હતો,જ્યાં દેશભરમાંથી સરકારી બાબુઓ રોકાણ કરતા હોય છે ત્યાં બિયર ના ખાલી ટીન મળી આવ્યા છે, સરકારી વિશ્રાંતિ ગૃહમાં પ્રતિબંધિત ખાલી બિયર ટીન નો ઢગલો થયો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ અનેક સવાલો ઉઠી રહ્યા છે, જોકે આ બાબતે ભાવનગર ના ડી.વાય એસ.પીએ  જણાવ્યું હતું કે હાલ વિડિયો ને લઇ તપાસ શરૂ કરી દેવામાં આવી છે તેમજ સર્કિટ હાઉસના મેનેજર તેમજ પીડબલ્યુડી ન અધિકારીને નોટિસ બજાવી તપાસ શરૂ કરી છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સર્કિટ હાઉસમાં જ દારૂબંધી ના લીરા ઉડાવતા દ્રશ્યો સામે આવતા સર્કિટ હાઉસમાં રોકાવા આવતા સરકારી બાબુઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે જો કે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તે જરૂરી છે

(12:29 am IST)