ગુજરાત
News of Sunday, 15th May 2022

સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ ફોન અને તમાકુ મળ્યા

મોબાઈલ અને તમાકુ કોની હતી તે જાણવા મળ્યું નહોતું.પરંતુ આ મુદ્દામાલ કબ્જે કરીને ઝડતી સ્કોડ દ્વારા અજાણ્યા વ્યક્તિ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અનેક વખત મોબાઈલ ફોન મળી આવ્યા છે ત્યારે ગઈકાલ જેલમાં ઝડતી સ્કોડ દ્વારા કેદી અને જેલની તપાસ ચાલી રહી હતી ત્યારે કોમન સંડાસ પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો તથા તમાકુ પણ મળી આવ્યું હતું. જોકે આ બંને વસ્તુ કોની છે તે જાણવા મળ્યું નહોતું. આ મામલે જેલર દ્વારા રાણીપ પોલોસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સબરમારી જેલમાં ઝડતી સ્કોડના જેલર દેવસી કરંગીયા તેમના સ્ટાફના માણસો સાથે જેલમાં ગયા હતા ત્યારે જેલમાં તપાસ દરમિયાન યાર્ડ નંબર 7ની બેરેકની વચ્ચેના કોમન સંડાશના પોખરામાં છુપાવી રાખેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો તથા યાર્ડ 10ની 2 નંબરની બેરેકમાંથી તમાકુની 4 પડીકી મળી આવી હતી. જોકે આ મોબાઈલ અને તમાકુ કોની હતી તે જાણવા મળ્યું નહોતું.પરંતુ આ મુદ્દામાલ કબ્જે કરીને ઝડતી સ્કોડ દ્વારા અજાણ્યા વ્યક્તિ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

(3:48 pm IST)