ગુજરાત
News of Sunday, 15th May 2022

અમદાવાદમાં કોરોનાના નવા ૧૫ કેસ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3૩ નવા કેસ નોંધાયા:વધુ ૩૭ દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,944: કુલ 12,13,5૬૩ લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 23.786 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 21૪ કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 3૩ પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ ૩૭ દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,13,૫૩૬  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.944 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.09 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ ૪૫૧૬ લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 10,83.૮૧.૨૩૭  લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 21૪ એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 2 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 21૨ દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 3૩ કેસમાં અમદાવાદ શહેરમાં ૧૫ કેસ,વડોદરા કોર્પોરેશનમાં ૧૦ કેસ, ગાંધીનગરમાં ૬ કેસ .સુરત અને આણંદમાં ૧-૧ કેસ નોંધાયો છે

   

(7:57 pm IST)