ગુજરાત
News of Sunday, 15th May 2022

ગુજરાત સરકારે સાધુ સમાજને આપેલી જમીનનો હક છીનવી લેતા મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માગણી સાથે ફરી સાધુઓને પોતાની જમીનમાં હક આપવા બાબતે રજૂઆત કરતા. નવીનપરી ગોસ્વામી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: હિન્દુ સમાજની રક્ષા કાજે અને ધર્મ જાગરણ સેવાર્થે મંદિરોમાં સતત ૨૪ કલાક ભગવાનની સેવાઓ કરતા સાધુ સમાજ ને વર્ષો પહેલા રાજ્ય સરકાર દ્વારા જમીનો પોતાની આજીવિકા રડે તે માટે આપેલી હતી પરંતુ સરકારે એ જમીનમાં ફરી હક છીનવી લેતા મોટી સંખ્યામાં સાધુ સમાજ પરેશાન થઇ જતા જે અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રાજકોટ ખાતે રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી નવીન પરી ગોસ્વામી એ રૂબરૂમાં રજૂઆત કરી હતી
સાધુ સમાજના અગ્રણી અને જીલ્લા મહામંત્રી નવીનપરી ગોસ્વામી એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને રજુઆત કરતા જણાવેલ કે સમગ્ર ભારત દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ધર્મ જાગરણ સાથે સાથે મંદિરોમાં 24 કલાક સેવા પૂજા કરતા સાધુ સમાજ ને પોતાની આજીવિકા રળવા માટે રાજ્ય સરકારે જમીનો આપેલી હતી આ જમીનો રાજાશાહી અને રજવાડા સમયમાં સાધુ સમાજ પાસે હતી અને તે જમીન ના આધારે સાધુ સમાજના ત્રણ ભાઈઓ જેમાં અતીત. રામાનંદી. અને માર્ગી આ ત્રણેય સાધુ સમાજનો સમાવેશ થાય છે અને વર્ષોથી આ જમીન ઉપર ખેતી કરી અને પોતાના પરિવારનો નિભાવ ખર્ચ કાઢતા હતા હાલમાં પણ આ જમીન સાધુ સમાજના પરિવારો ના કબ્જા હેઠળ છે પરંતુ રાજ્ય સરકારે તેમને ખેડૂતોના હક્ક નથી આપતા  સરકારી કોઈપણ યોજનાનો લાભ થતો હોય તો સાધુ સમાજ ને મળતો નથી પરંતુ ખેડૂત ખાતેદારનો દાખલો પણ મળતો નથી આ બાબતે વર્ષોથી જે પ્રકારની જમીન સરકારની હતી અને આપેલી હતી એ જમીનોમાં પણ સાધુ સમાજના કુટુંબના ભાઈઓનો ભાગ પડતા તેમની પાસે પણ થોડી થોડી જમીન રહી છે ત્યારે રાજ્ય સરકાર  (બાર ખલી) કેસ દાખલ કરેલ અને ચોકીદાર ખેડૂત નો હક પાછો ખેંચી લીધો હતો જેના કારણે ગુજરાતના ૧૮૦૦૦ ગામોમાં થી ૭૦૦૦ જેટલા ગામો માં સાધુ સમાજ પાસે જમીનનો છે
પરંતુ  સરકારે પરિપત્ર રદ કરતા સાધુ સમાજના ખેડૂતો પરેશાન થઈ ગયા છે તેઓની આજીવિકા રડવા માટે ભારે ચિંતામાં મુકાઈ ગયા છે આ માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને વિનંતી કરતા જણાવેલ કે ફરી જે કાયદેસરના રાજાશાહી વખતથી જેમની પાસે મંદિરો ચલાવવા બાબતે જમીનો આપી હતી અને રાજ્ય સરકારે એ જમીન નોંધ પણ રાખી હતી એ તમામ સાધુ સમાજને ફરીથી ખેડૂત ખાતેદાર બનાવવા બાબતે સરકાર પરિપત્ર પાછો ખેંચે લે ને ફરીથી સાધુ સમાજના હિતમાં મદદ કરે તે પ્રકારે વિનંતી કરી હતી
આ સમયે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એ તાત્કાલિક જેટલી મદદ થશે એટલી મદદ કરવાની ખાતરી આપી હતી

(8:51 pm IST)