ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી : ખળભળાટ
અજાણ્યા વ્યક્તિએ ફોન પર ધારાસભ્યને જીવથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ
ગોધરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અજાણ્યા વ્યક્તિએ ફોન પર ધારાસભ્યને જીવથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી તેમના પુત્ર સાથે ધંધાર્થે જઇ રહ્યા હતા તે સમયે પુત્રને ફોન કરી, અમારા મતોથી ચૂંટણી જીતો છો, માટે અમે કહીએ એ કામો થવા જોઇએ નહિતર અમારા ગામમાંથી નીકળવા નહી દઇએ, ક્યારેક પતાવી દઇશું. ફોન કરનાર શખ્સે ધમકીની સાથે સાથે ધારાસભ્ય સી.કે.રાઉલજીને અભદ્ર ગાળો પણ આપી હતી અને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી આપનારે પોતાની ઓળખ ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામના પ્રવિણ ચારણ ઉર્ફ પીકે તરીકે આપી હતી.
વારંવાર શખ્સે ધમકી આપતા ધારાસભ્ય સી.કે.રાઉલજી અને તેમના પુત્રએ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ઇસમને પકડવાની તજવીજ હાથ ધરી છે