ગુજરાત
News of Tuesday, 15th June 2021

ગાંધીનગર : ધો. ૧૦ પછી શું.? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન

કોંગ્રેસ ના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી દ્વારા ૧૦ વર્ષ કરતા વધુ વર્ષથી ધો - ૧૦ અને ધો - ૧૨ ના વિદ્યાર્થીઓ માટે "વિસ્તરતી ક્ષિતિજ" પુસ્તક સંપાદિત કરી પ્રકાશિત કરે છે : ગત વર્ષ ડિજિટલ બુક બહાર પાડી હતી

ગાંધીનગરઃ ધો - ૧૦ પછી શું.? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું ટૂંક સમયમાં વિમોચન થનાર છે.. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી દ્વ્રારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને માર્ગદર્શન આપતા પુસ્તક ‘વિસ્તરતી ક્ષિતિજ’નું વિમોચન થવા જઇ રહ્યું છે.

 

ધોરણ  10-12 પછી વિદ્યાર્થીઓએ કઈ દિશા નક્કી કરવાની હોય છે. જાણકારી અને માર્ગદર્શનના અભાવે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં બલ્કે વાલીઓ પણ અટવાતા હોય છે. તેવા સમયે વિદ્યાર્થીઓના માર્ગદર્શક રહેલા અને વિધાર્થીઓના મુદ્દે સતત ચિતા કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી છેલ્લા 10 કરતા વધુ વર્ષથી ધો. 10 અને ધો.12ના વિદ્યાર્થીઓ માટે “વિસ્તરતી ક્ષિતિજ”ધોરણ ૧૦ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક સંપાદિત કરીને પ્રકાશિત કરતા હોય છે.

ગત વર્ષે ડિજિટલ બુક બહાર પાડી હતી. ધોરણ-૧૦-૧૨માં આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે વિદ્યાર્થી – વાલીઓને માર્ગદર્શનની વિશેષ જરૂરિયાત ઊભી થઈ છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને પુરતું માર્ગદર્શન મળે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બને તે માટે સતત કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી સંપાદિત “વિસ્તરતી ક્ષિતિજ”ધોરણ ૧૦ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના વરિષ્ઠ મહાનુભાવોના હસ્તે આજે સાંજે ૪-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન, એલીસબ્રીજ, અમદાવાદ ખાતે યોજાશે.

(7:22 pm IST)