ગુજરાત
News of Tuesday, 15th June 2021

નર્મદા યુથ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ચંદ્રેશ પરમારે વેકસીન મુકાવી સૌને વેકસીન લેવાનો મેસેજ આપ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની વડીયા ગ્રામ પંચાયત ના સદસ્ય અને ન્યાય સમિતિના અધ્યક્ષ ચંદ્રેશભાઈ પરમારે વડીયા પ્રાથમિક શાળા ખાતે કોવિશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો, હાલ નર્મદા જિલ્લામાં ૧૮ થી ૪૫ વર્ષ ના લોકોને વેકસીન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વડીયા ગ્રામ પંચાયતના સદસ્ય એ રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ એમને વેક્સીનેશન લીધી હતી ત્યારબાદ ચંદ્રેશભાઈએ જણાવ્યું હતું કે વેક્સીન દરેક લોકોએ મુકાવી જોઇએ આ વેકસીન કોરોના સામે રક્ષણ આપે છે. સાથે સાથે ગ્રામજનોને અપીલ પણ કરી હતી કે મેં વેકસીન મુકાવી છે. અન્ય લોકો પણ વેક્સીન મુકાવીને કોરોનાને નાબૂદ કરવા આગળ આવો.

(11:09 pm IST)