ઓરપા ગામમાં સસરાના નિધન બાદ આઘાત લાગતા પુત્રવધુ એ ઝેરી દવા પી લેતા મોત
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઓરપા ગામમાં પુત્રવધુ એ સસરાના મોતના આઘાતે ઝેરી દવા પિતા મોત થયું છે
આ અંગે મળતી માહિતી મુજબ ઓરપા ગામમા બનેલી ઘટના મુજબ મરનાર હિરાલીબેન હિતેશભાઇ તડવી (ઉ.વ.૨૪) ( રહે.ઓરપા તા.ગરૂડેશ્વર) એ તા.૧૨ જૂન ના સવારે 11 વાગે તેની સાસરી મા તેના સસરાનું દોઢ માસ પહેલાં મૃત્યુ થયું હોય અને હાલ તે તેની સાસુ તથા પતિ સાથે રહેતી હોય જેનો આઘાત લાગતા તેનુ મગજ અસ્થિર થતા તેણીએ ઝેરી દવા પી જતા તેણીને પ્રથમ સારવાર માટે ગરૂડેશ્વર સરાકારી દવાખાનામાં દાખલ કરેલ અને તેની તબિયત વધુ બગડતા તેણીને રાજપીપલા સીવીલ હોસ્પિટલ ખાતે રીફર કરેલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા S.S.G.હોસ્પિટલ ખાતે રીફર કરતા તેણીને એમ્બ્યુલન્સમાં વડોદર લઇ જતા હતા તે દરમ્યાન ડભોઇ નજીક એમ્બ્યુલન્સમાં તા.૧૪ જૂને ૦૧/૩૦ વાગે મોત થયું હતું,ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મરનાર હીરાલિબેન બહેનના લગ્ન સાત વર્ષ પર થયા હતા તથા તેમના બે બાળકો છે.