News of Wednesday, 15th June 2022
વલસાડના તિથલ દરિયામાં જોવા મળ્યો કરંટ: દરિયામાં ઉંચા મોજા ઉછળતા દરિયો દેખાયો તોફાની
વલસાડ : આજરોજ વલસાડ તિથલ દરિયા કિનારે પુનમની ભરતીને લઈને દરિયો 20 ફૂટ જેટલો ઉપર આવ્યો હતો અને આજે દરિયા એ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું જેને લઇને તિથલ દરિયા કિનારે સ્ટોલ ધારકોને નુકશાન થયું હતું આ સાથે ગ્રીન નેટ ના બનાવેલા શેડ પણ તુટિયા હતા .
હાલ હાલ દરિયાકિનારા પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે પરંતુ આ દરિયા કિનારો ખૂબ લાંબો હોય લોકો સેલ્ફી લેવાના મોહમાં દરિયાની નજીક જતાં જોવા મળ્યા હતા હાલ જે પ્રમાણે દરિયો તોફાની બન્યો છે લોકોએ દરિયાથી દૂર રહેવું ખૂબ જરૂરી છે નહીંતર જીવને જોખમ થઈ શકે છે
(10:56 pm IST)