ગુજરાત
News of Wednesday, 15th September 2021

ગાંધીનગરની ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો : રણજીતસિંહ વાઘેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા

પેથાપુર ગામના પૂર્વ સરપંચ અને બે ટર્મ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા રણજીતસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયામાં વાયરલ મસેજથી ભાજપમાં ભડકો

ગાંધીનગર : ચૂંટણીપંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને ફરી એક વખત રાજકારણ ગરમાયું છે અને ચૂંટણી પહેલા જ નેતાઓનો પક્ષ બદલવાનો દોર શરૂ થઇ ગયો છે. તેવામાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના 18 દિવસ પહેલા જ પેથાપુર ગામના પૂર્વ સરપંચ અને બે ટર્મ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા રણજીતસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા મેસેજને લઇને ભાજપમાં ભડકો થયો છે. પોસ્ટ વાયરલ કર્યા પછી રણજીતસિંહ વાઘેલાએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો હતો.

રિપોર્ટ અનુસાર રણજીતસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલા મેસેજમાં લખ્યું હતું કે, 2005, 2013 અને 2016માં ભાજપની નગરપાલિકા બનાવી. 2018માં scની સીટ હોવાથી પેટાચૂંટણીમાં તન-મન-ધનથી ખર્ચો કર્યો હતો. તેમને એવું પણ લખ્યું હતું કે, આ પેટાચૂંટણીમાં હાલના આયાતી ચારેય ઉમેદવારોને કોંગ્રેસને જીતાડવી હતી પણ મારા પ્રયત્નોથી મેં પેથાપુર નગરપાલિકા ભાજપ શાસિત બનાવી. 2001થી લઇને 2020 સુધીના સમય સુધીમાં પાણીના 7 ટ્યુબબેલ બનાવ્યા, તમામ જર્જરિત થયેલી શાળાઓનું રીપેરીંગ કરાવ્યું હતુ અને ઘરે-ઘરે કુલ 2500 જેટલા ટોયલેટ બનાવીને મુખ્યમંત્રીના હાથે પ્રમાણપત્ર મેળવ્યું હતું.

(12:07 am IST)