ગુજરાત
News of Wednesday, 15th September 2021

સૌરાષ્ટ્રના 37 સહિત 40 ડેમ છલોછલ :રાજ્યનો કુલ જળસંગ્રહ 64.53 ટકા થયો નર્મદા ડેમની સપાટી વધી 120.54 મીટર થઈ

કે નર્મદા કેનાલ અને નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરી દેતાં ડેમની જળસપાટીમાં વધારો

અમદાવાદ :  સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના 37 સહિત 40 ડેમ સંપર્ણપણે ભરાઈ ગયા હતા. રાજ્યનો જળસંગ્રહ વધીને 64.53 ટકા થયો હતો. નર્મદા ડેમની સપાટીમાં 22 મીટર વધીને 120.54 મીટર થઈ છે. જોકે નર્મદા કેનાલ અને નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરી દેતાં ડેમની જળસપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે

(11:29 am IST)