ગુજરાત
News of Wednesday, 15th September 2021

પાલિકા પંચાયતોની પેટાચૂંટણીમાં પણ ભાજપનાં માપદંડ યથાવત : ૩ ટર્મવાળા -૬૦ વર્ષથી ઉપરનાને ટીકીટ નહિ

૫ ઓકટોબરે ૩ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા નગરપાલિકાઓની ૪૫ બેઠકો, જિલ્લા પંચાયતોની ૮ બેઠકોની અને તાલુકા પંચાયતોની ૪૭ બેઠકોની પેટાચૂંટણી : શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

રાજકોટ,તા.૧૫: ગુજરાત ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા ગઇ કાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળેલ. જેમાં ગત ફેબ્રુઆરીની ચૂંટણી વખતના માપદંડો યથાવત રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ કોઇ પણ નિશાન પર ૩ વખત ચૂંટણી લડી ચૂકયા હોય અથવા ઉંમર ૬૦ વર્ષથી ઉપરની હોય તો ટીકીટ અપાશે નહિ.  સંગઠનના હોદેદારને ટીકીટ અપાય તો તેમણે સંગઠનનું પદ છોડવું પડશે.

રાજ્યના ઓખા, ભાણવડ અને થરા (બનાસકાંઠા)ની નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે. તે ઉપરાંત મહાનગરોની ૩, નગરપાલિકાઓની ૪૫, તાલુકા પંચાયતોની ૪૭ અને જિલ્લા પંચાયતોની ૮ બેઠકોની પેટાચૂંટણી છે. તા. ૧૮ ઉમેદવારી પત્ર રજુ કરવાનો અંતિમ દિવસ છે. ૫ ઓકટોબરે મતદાન છે.

(11:44 am IST)