ગુજરાત
News of Wednesday, 15th September 2021

વડોદરા:ડભોઇમાં નાંદોડી ભાગોળ નજીક ભંગારના ગોડાઉનમાંથી ટેમ્પો ચોરી ગઠિયા ફરાર થઇ જતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા:ડભોઇમાં નાંદોડી ભાગોળ પાસે આવેલા સૂફી સ્ક્રેપ ભંગારના ગોડાઉનમાંથી સાધલી મોકલવા માટે ભંગારનો સામાન ભરીને ટેમ્પો ગોડાઉન પર મૂક્યો હતો ગોડાઉનના માલિકને રાત્રે ટેમ્પો નહીં જણાતા માલિક મહંમદ અબરાર સેઠે ડભોઇ પોલીસને જાણ કરી હતી. પોલીસ તેમજ ગોડાઉનના માલિકે ગોડાઉનની આજુબાજુ તપાસ કરતા ગોડાઉનની પાછળના ભાગે ટેમ્પો જણાયો હતો અને ટેમ્પામાં બે વ્યક્તિ બેસેલી હતી.

આ બંને સખ્શો નાઝીર સિકંદર મન્સૂરી અને અમીર ભાઈ મન્સૂરી ભંગારનો સામાન ભરેલ ટેમ્પો ચોરી કરીને લઇ ગયા હતા. પોલીસે 4.40 લાખનું ભંગારનો સામાન ભરેલો ટેમ્પો સાથે ઝડપાયેલા ડભોઇના બંને શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરી છે.

(5:11 pm IST)