ગુજરાત
News of Wednesday, 15th September 2021

રામદેવપીરના નોરતાના છેલ્લા દિવસે ભક્તોએ રામદેવપીર મંદિરે નેજા ચડાવ્યા

વિરમગામમાં ઢોલ નગારા તેમજ અબીલ-ગુલાલની છોળો વચ્ચે શોત્રાયાત્રા કાઢવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :વિરમગામ શહેર સહિત તાલુકામાં આવેલા રામદેવપીર મહારાજના મંદિરોમાં ભાદરવા મહિનામાં રામદેવપીરના નોરતાની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાદરવા સુદ નોમના દિવસે વિરમગામમાં આવેલા રામવાડી, ગોળપીઠા, હાથી તલાવડી, લાકડી બજાર સહિતના રામદેવપીરના મંદિરોમાં ભક્તોએ નેજા ચઢાવાયા હતા.   

   વિરમગામમાં ઢોલ નગારા તેમજ અબીલ-ગુલાલની છોળો વચ્ચે શોત્રાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને રામદેવપીરજીના ભક્તિના રંગે રંગાયા હતા. વિરમગામ પંથકમાં અનેક લોકો દ્વારા રામદેવપીરના નોરતામાં ઉપવાસ કરવામાં આવ્યા હતા અને નવ દિવસ સુધી રામદેવપીરની ભક્તિભાવ પુર્વક પુજન અર્ચન કરવામાં આવ્યુ હતુ.

(6:51 pm IST)